Thursday, October 6, 2022

આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૨૨ હોલ ટીકીટ બાબત

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧,ગાંધીનગર
આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૨૨

રાજ્ય પરીક્ષા બોર્ડના તા:૧૫/૦૬/૨૦૨૧ ના જાહેરનામા ક્રમાંક: રાપબો/HMAT/૨૦૨૧/૪૧૭૮-૪૨૨૧ દ્વારા
રજિસ્ટર થયેલી અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તરીકે નિમણૂંક
મેળવવા માટેની “આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૨૨” પરીક્ષા માટે નિયત લાયકાત અને નિયત અનુભવ
ધરાવતા ઉમેદવારો પાસેથી આવેદનપત્રો મંગાવવામાં આવેલ હતા. આ પરીક્ષાના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે
ભરતી સમયે ભરતી કમિટિ દ્વારા નિયત લાયકાત અને નિયત અનુભવની ચકાસણી કરવામાં આવશે અને ભરતી
કમિટિનો નિર્ણય આખરી રહેશે.

આ પરીક્ષામાં ઉમેદવાર જાહેરનામા મુજબ નિયત અનુભવ અને નિયત લાયકાત ધરાવે છે તે શરતે આ
પરીક્ષામાં આવેદનપત્ર ભરનાર અને ફી ભરનાર તમામ ઉમેદવારને શરતી પરીક્ષા આપવા દેવામાં આવશે. પરીક્ષા
આપવાથી ઉમેદવાર નિયત લાયકાત અને નિયત અનુભવ ધરાવે છે તેવો દાવો કરી શકરો નહીં.

 

ક્રમ           વિગત                           તારીખ/સમયગાળો
૧ | આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT)-૨૦૨૨ પરીક્ષા | તા: ૦૭/૧૦/૨૦૨૨ (૧૪:૦૦ કલાક) થી
માટે જેમણે આવેદનપત્ર અને ફી ભરેલ છે તેના | તા:૧૬/૧૦/૨૦૨૨ (૧૨:૦૦ કલાક સુધી)
માટે  ojas-gujrat.gov.in પરથી ઓનલાઈન
હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો


૨ | પરીક્ષાની તારીખ,સમય અને જિલ્લા કેંદ્ર તા:૧૬/૧૦/૨૦૨૨

(બપોરે ૧૩.૦૦ કલાક થી ૧૬.૦૦ કલાક)

(અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, સુરત,

રાજકોટ)

નોંધ: ૧) આ પરીક્ષા અંગેની અન્ય સુચનાઓ રાજ્ય પરીક્ષા બોર્ડના ઉપરોક્ત જાહેરનામા અનુસાર રહેશે.

૨)પરીક્ષા અંગેની વખતો-વખતની આપવામાં આવતી સુચનાઓ માટે બોર્ડની વેબસાઇટ
www.sebexam.org જોતા રહેવા જણાવવામાં આવે છે.



તારીખ:૧૪/૦૯/૨૦૨૨ સચિવ, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

HMAT પરીક્ષા ૨૦૨૨ ના પ્રવેશપત્ર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવા માટે અહિ ક્લીક કરો



0 comments: